View Jain Article

Bodhak kakkavali

BODHAK KAKKAVALI

બોધક કક્કાવલી

– કંચન ,કામિની ને કાયા એ ત્રણેય સંસારની માયા .

- ખાતા, ખરચતાં, ખિજાતા શક્તિનો વિચાર કરજો.

– ગદ્ધો, ગમાર અને ગરજુ એ ત્રણે સરખા સમજુ.

– ઘર, ઘરેણાં ને ઘરવાળી, એમાં જિંદગી આખી બાળી.

– ચોરી ચુગલી અને ચાડી એ ત્રણેય દુર્ગતિની ખાડી

– છકાય જીવનું રક્ષણ ,એ  બને મોક્ષનું લક્ષણ .

– જુવાની, જરા ને જમ,એ છે કુદરતનો ક્રમ.

– ઝગડાની ઝંઝટમાં ઝપડાય, એ અશાંતિની હોળીમાં સપડાય.

– ટોળ, ટપ્પા ને ટીખળ કરે, એ પુણ્ય ટળે ને પાપ ભરે.

– ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ, એમાં અભિમાન ને અક્કડાઈ.

– ડ્રેસ, ડીગ્રી, ડીયર, ડાન્સમાં ગુલ એની જિંદગીના ડાંડિયાડુલ.

- ઢોલ નગારાં એમ ઢબકે છે કે ચેતો મોત નગારાં ગગડે છે.

– તૃષ્ણાથી તરસતો તાવ, સંતોષની ગોળીથી જાય.

– થડની મજબુતાઈ ભલે જુઓ, પણ એના મૂળને કદી ના ભૂલો.

- દમી, દયાળુ ને દાતા, તે પામે સુખ ને શાતા.

– ધર્મ ધ્યાનમાં ધોરી , એનાં કર્મની થાળે હોળી ,એને વરે સિદ્ધિ ગોરી.

– નિયમ , નેકદિલી , ન્યાય ને નીતિ, એ સુખી થવાની રીતિ.

– પાપને તજો, પુણ્ય ભરવા ધર્મને ભજો.

– ફેશનનું ફારસ એમાં અનીતિનું માનસ.

– બાવળ, બોરડી ને બાયડી એ શસ્ત્ર વગરની શાયડી.

– ભોગની ભવાઈમાં રમે, તે ચોરાશીનાં ચક્કરમાં ભમે.

– મોહ, મમાતા ને માયા, એમાં રમે નહિ તે ડાહ્યા.

– યમ, નિયમને ધરજો, મોક્ષ સુખને વરજો .

– રામાને રામનો રાગ, એ મોહરાજાનો બાગ.

– લક્ષ્મી, લાડી ને લોભ, એ પરભવ મુકાવે પોક.

– વિનય, વિવેક ને વિરતિ, એની કરજો તમે પ્રીતડી.

–શિયળનો સાચો શણગાર, કરે તેને શિવસુંદરી વરે.

– સંસાર સાવ અધુરો છે, સંયમમાર્ગ મધુરો છે.

– ષટ્ખંડનો રાજેસરી ત્યજે, તો ઠીક નહિ તો નરકેસરી.

– હેમ, હીરા ને હાથી, એ પરભવના નહિ સાથી.

ક્ષ – ક્ષમાને મનમાં ધરે, એ મોક્ષનાં સુખને વરે.

જ્ઞ – જ્ઞાન ભણજો, સમકિતમાં ભળજો, ચારિત્રને વરજો.

Ka - kan̄chan, kāminī nē kāyā ē traṇēya sansāranī māyā.
Kha - khātā, kharachatāṁ, khijātā śaktinō vichāra karajō.
Ga - gaddhō, gamār anē garju ē traṇē sarakhā samaju.
Gha - ghar, gharēṇā nē gharavāḷī, ēmā jindagī ākhī bāḷī.
Cha - chōrī chugalī anē chāḍī ē traṇēy durgatinī khāḍī
chha – chha kāy jīvanu rakṣhaṇ, ē banē mōkṣanu lakṣhaṇa.
Ja - juvānī, jarā nē jam, ē chē kudaratnō kram.
Jha - jhagaḍānī jhan̄jhaṭamā jhapaḍāya, ē aśāntinī hōḷīmā sapaḍāya.
Ṭa - ṭōḷa, ṭappā nē ṭīkhaḷa karē, ē puṇya ṭaḷē nē pāp bharē.
Ṭha - ṭhāṭh, ṭhaṭhārō nē ṭhakurā'ī, ēmā abhimāna nē akkaḍā'ī.

Ḍa - ḍrēs, ḍīgrī, ḍīyar, ḍānce mā gul ēnī jindagīnā ḍāṇḍiyāḍul.
Ḍha- ḍhōl nagārā ēm ḍhabakē chē kētō mōta nagārā gagaḍē chhē.
Ta - tr̥uṣṇāthī tarasatō tāv, santōṣanī gōḷī thī jāy.
Tha - thaḍanī majabutā'ī bhalē ju'ō, paṇ ēnā mūḷnē kadī nā bhūlō.
Da - damī, dayāḷu nē dātā, tē pāmē sukha nē śātā.
Dha - dharma dhyānamā dhōrī, ēnā karmanī thāḷē hōḷī, ēnē varē sid'dhi gōrī.
Na - niyama, nēkdilī, n'yāya nē nīti, ē sukhī thavānī rīti.
Pa – pāp nē tajō, puṇya bharvā dharmanē bhajō.
Pha – phēśana nu phārasa ēmā anītinu mānas.
Ba - bāvaḷ, bōraḍī nē bāyaḍī ē śastra vagaranī śāyaḍī.
Bha - bhōganī bhavā'īmā  ramē, tē chōrāśīnā chakkaramā bhamē.
Ma - mōh, mamātā nē māyā, ēmā ramē nahi tē ḍāhyā.
Ya - yama, niyam nē dharajō, mōkṣa sukhanē varjō.
Ra – rāmā nē rāmanō rāg, ē mōharājānō bāg.
La - lakṣmī, lāḍī nē lōbha, ē parbhava mukāvē pōk.
Va - vinay, vivēk nē virati, ēnī karajō tamē prītaḍī.
Śa -śiyaḷanō sāchō śaṇagār, karē tēnē śivasundarī varē.
Sa - sansāra sāva adhurō chē, sanyamamārga madhurō chē.
Ṣa - ṣaṭkhaṇḍanō rājēsarī tyajē, tō ṭhīka nahi tō narakēsarī.
Ha - hēma, hīrā nē hāthī, ē parabhavanā nahi sāthī.
Kṣa - kṣamānē manamāṁ dharē, ē mōkṣanāṁ sukhanē varē.
Jña - jñāna bhaṇajō, samakitamāṁ bhaḷajō, cāritranē varajō.

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : sabhar
Tags : bodhak kakkavali,jain gyan ,jain general knowledge,jainism,articles
Views : 3789
Uploaded On : 28 September 2015 17:08:15
Related Articles
 
Title : Gyan Ne Vando Gyan Ma Nindo
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Gyan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 2308
Title : Prani Siddha Bhajo Bhagvant
Category : Gujrati Author : JainEworld.com
Tags : Prani Siddha Bhajo Bhagvant ,Siddh Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge Views : 1803
Title : Sakal KriyaNU Mul Samyagdarsha
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Samyagdarshan Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 2057
 
Title : Shree Giriraj Ni Garima
Category : Gujrati Author : Saravali Payanna Na Aadhare
Tags : Giriraj ,Shatrunjay ,Mahatirth ,Palitana Views : 1463
 
 
Subscribe
Email: