View Jain Article

Avoid the anger

 

Avoid the anger

                   શિયાળાનો સમય હતો. વાતાવરણમાં કડકડતી ઠંડી હતી. રાજમહેલના પ્રાંગણમાં રાજા રાજ્યસભા ભરીને બેઠા હતા. અલકમલકની વાતો થઈ રહી હતી અને અચાનક એક આગંતુકે રાજ્યસભામાં પ્રવેશ કર્યો.

             રાજન્ સાંભળ્યું છે કે તમારી રાજ્યસભામાં વિદ્વાનોનો કોઈ તોટો નથી મારે એની ખાતરી કરવી છે.

             ક્યાંથી આવો છો?

             પરદેશથી આવું છું .

            મારી પાસે એક હીરો છે. જેની કીંમત છે એક કરોડ રુપિયા અને મારી પાસે બિલકુલ એ હીરા જેવો જ એક કાચનો ટુકડો છે.

            હું મારા હાથમાં એ બંને ચીજ સીથે રાખીશ.આપની સભામાં બેઠેલ કોઈ પણ વ્યક્તિ પહેલે  જ ધડાકે સાચો હીરો જો ઓળખી બતાવશે તો મારે એ કરોડ નો હીરો આપને ભેટ આપી દેવાનો અને એ ઓળખવામાં થાપ ખાઈ જાય તો આપે મને કરોડ રુપિયા આપી દેવાના આમ કહીને રાજાના પ્રતિભાવની રાહ જોયા વિના એ આગંતુકે પોતાના થેલામાંથી એ બંને ચીજ બહાર કાઢીને પોતાના હાથમાં રાખી દીઘી.

             આખી રાજ્યસભા સ્તબ્ઘ થઈ ગઈ. જેણે જેણે પણ એ ચીજ પર નજર કરી એ સહુ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. કારણ કે બંને ચીજ બિલકુલ એક સરખી જ દેખાતી હતી.પણ રાજાના આશ્ચર્ય વચ્ચે રાજ્યસભાના છેવાડે બેઠેલ એક અંધ માણસ ઊભો થઈ ગયો.

            રાજન્ આગંતુકે રાજ્યસભામાં ફેંકેલો પડકાર હું  ઝીલી લઉં છું

હા આપ વિશ્વાસ રાખો કે પંદર જ મિનિટ માં આપના મુગટમાં એ કરોડનો હીરો ગોઠવાઈને જ રહેશે.અને સહુના આશ્ચર્ય વચ્ચે એ આગળ આવ્યો.આગંતુકના હાથમાં રહેલ બંને ચીજ એણે પોતાના હાથમાં લઈ લીઘી.10 મિનિટ સુધી એણે તડકો પડવા દીધો અને પછી કહી દીધું કે રાજન્ આ અસલી હીરો છે .જવાબ એકદમ સાચો હતો તાળીઓના ગડગડાટ સાથે  એને વધાવી લેવામાં તો આવ્યો જ પણ પછી એને પૂછવામાં આવ્યું કે તુ અસલી –નકલી વચ્ચેના ભેદને પકડી કેવી રીતે શક્યો?

          એણે જવાબ આપ્યો કે મેં એ બંને પર તડકો પડવા દીધો જે નકલી હતો એ ગરમ થઈ ગયો જે અસલી હતો એ ઠંડો જ રહ્યો .

          પ્રશ્ર હીરાનો નથી આપણો છે. આગથી દુર રહેતા આપણે વાઘથી અને સાપથી દૂર રહેતા આપણે ક્રોધથી દૂર રહીએ છીએ ખરા ? ક્રોધમાં આપણને આગનાં વાઘ નાં કે સાપનાં દર્શન થાય  છે ખરા?

           જીવનનાં જેટલાં પણ વરસો ગયા છે એ વરસો દરમ્યાન ક્રોધ સેવનના જેટલા પણ અનુભવો થયા છે એમાંના એક પણ અનુભવ એવો થયો છે ખરો કે ક્રોધ કર્યા બાદ આપણે ખુબ રાજી થયા હોયએ કે આપણે ખુબ પ્રસન્નતા અનુભવી હોય?

          ના. કરીયાતું પીધા પછી આપણે હજી કદાચ રાજી થયા હશું . ઉપકારીના હાથનો માર ખાધા પછી આપણે હજી કદાચ પ્રસન્નતા અનુભવી હશે. પણ જેટલી પણ વાર આપણે ક્રોધ કર્યો હશે ક્રોધ કર્યા બાદ દરેક વખતે આપણે પસ્તાયા જ છીએ , દુ:ખી જ થયા છીએ આના કરતાં મેં ક્રોધ ન કર્યો હોત તો સારું હતું આવી જ લાગણી અનુભવી છે

           દુ:ખદ આશ્ચર્ય એ છે કે આજેય પ્રતિકૂળતાનો જરાક પણ તડકો પડે છે અપેક્ષા તુટે છે સ્વાર્થ ઘવાય છે અહંની અવગણના થાય છે અને આપણે પળનો ય વિલંબ કર્યા વિના ક્રોધ કરી બેસીએ છીએ એક વાત યાદ કરવું ? ક્રોધ કરવાનુ કારણ કદાચ સાચું હોય પણ છે તો ય ક્રોધનું પરિણામ સારું નથી હોતું.

Share Article : Share On Facebook
Category : Gujrati
Author : Aa.Ratnasundarsurishwarji M.S.
Tags : jain Article
Views : 2637
Uploaded On : 12 March 2014 11:19:29
Related Articles
 
Title : Sambandho Sampurn chhe ?
Category : Gujrati Author : admin
Tags : jain articles,jainwebsite,jain dharma jain gyan jain song , Views : 2709
Title : Prabhuji na varghoda na jain n
Category : Gujrati Author : admin
Tags : jain nara ,varghodana na ,jain slogan Views : 3303
Title : How To Eat Food
Category : Gujrati Author : jainEworld
Tags : How To Eat Food ,jain Website, jain Article, Views : 2919
 
Title : Muniraj Ko Sada Mori Vandana
Category : Gujrati Author : Pa.Dipakbhai Kothari
Tags : Sadhu Pad , Navpad Oli ,Jain Gyan ,Jain general knowledge ,jain Article, jain book Views : 1849
 
 
Subscribe
Email: